સોરઠિયા દુહા/64

From Ekatra Wiki
Revision as of 06:12, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


64

સવરણ કવરણ નોય, (મર) કવરણ ઘર ઊછર્યો કરણ;
કોયલ કસદ ન હોય, (મર) દસ દે પાળી દાદવા.

હે દાદુ! કરણ છોને કુવર્ણને, હલકા વર્ણને (સૂતને) ઘેર ઊછરેલો, છતાં તે જાતવંત હતો તે કજાત ન બન્યો. તેમ કોયલને છોને કુત્સિત સાદ (સ્વર)વાળી કાગડી ઉછેરે, છતાં કોયલ કદી કુસાદીલો — કર્કશ કંઠવાળો — થતો નથી.