સોરઠિયા દુહા/74

From Ekatra Wiki
Revision as of 06:20, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


74

સમજદાર સુજાણ, નર અવસર ચૂકે નહિ;
અવસરનાં ઓસાણ, રહે ઘણા દિ રાજિયા!

સમજુ માણસ કદી મોકો ચૂકતો નથી. ખરો અવસર જીવનમાં કોઈક વાર જ આવે છે, એટલે પછી ચૂકેલા અવસરના ઓરતા, હે રાજિયા! બહુ દિવસો સુધી રહી જાય છે.