કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૬. કાવડિયો

From Ekatra Wiki
Revision as of 12:33, 18 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬. કાવડિયો|}} <poem> કોઈ નર કાળ-કાંધ પે ચડિયો, રે કોઈ કરમધરમનો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૬. કાવડિયો



કોઈ નર કાળ-કાંધ પે ચડિયો,
રે કોઈ કરમધરમનો કાવડિયો.

બાલપણું બેફિકર, બુઢાપે જોર કરે કમજોરી;
લીલા વાંસ જેવું જોબનિયું કોક જાય છે કોરીઃ
          મનખો માયાનો માવડિયો. — કોઈo
કોઈ શેઠિયો, કોઈ વેઠિયો, કોઈ કાંગલો કાંપે,
ભુલામણીમાં વાયલ ભટકે જનમમરણને ઝાંપેઃ
          વસમો ભવમારગ ઝાકળિયો. — કોઈo
કરમધરમનાં મૃગજલ છલકે જડ-જંગમને હાંડે,
પરમ પિયાસી ભરમ પિછાણી આગે ચાલવા માંડેઃ
          અમથો રચેપચે આંધળિયો. — કોઈo
ભવનીંદરમાં ભમે બ્હાવરા ગલીગલી સપનાંની,
સતિયો નર નાણે છે એના ફેલ-ભરમને ફાનીઃ
          વીંઝે ભ્રમણાપથ વાદળિયો. — કોઈo
મોંસૂઝણામાં મારગ કાપે, પૂગે ગેબ-સીમાડે,
તદાકાર થઈ ચગે આતમા અનંતની ટગડાળેઃ
          ચમકે ચેતનની પાંદડીઓ. — કોઈ.
ચિદાનંદમાં મગન મરણિયો સુભટ ઝૂઝતો ખાંડે,
કરે ઘાવ પર ઘાવ આગવો આજકાલને કાંડેઃ
          મલકે અનહદની આંખડીઓ. — કોઈo
(દીપ્તિ, પૃ. ૪૦)