ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાન-૨

From Ekatra Wiki
Revision as of 13:13, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ક્હાન-૨ [ઈ.૧૫૧૫ સુધીમાં] : અવટંકે રાઉલ(રાવળ). એમના, મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત છંદની ૧૦૮ કડીના ‘કૃષ્ણક્રીડિત’ (લે.ઈ.૧૫૧૫; ૮ કડી મુ.)માં કૃષ્ણની રાસ, વસ્ત્રહરણ વગેરે લીલાઓનું વર્ણન છે. ભક્તિભાવની આ કૃતિનો શરૂઆતનો અર્ધઝાઝેરો ભાગ શુદ્ધ પ્રેમકવિતા તરીકે પણ આસ્વાદી શકાય તેવો છે. ભાષા, છંદ અને ભાવ પર કવિની નોંધપાત્ર પકડ દર્શાવતી આ કૃતિ અક્ષરમેળ વૃત્તોના વિનિયોગને કારણે પણ ધ્યાન ખેંચે છે. કાવ્યની ઈ.૧૫૧૫થી પણ થોડીક જૂની જણાતી હસ્તપ્રત મળી હોવાથી તેમ જ કાવ્યનું ભાષાસ્વરૂપ જોતાં એ ઈ.૧૫મી સદી - નરસિંહના સમય લગભગનું હોવાની અટકળ થઈ શકે છે. કૃતિ : કાવ્યવ્યાપાર, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૮૨ - ‘ત્રણ કૃતિવિવેચન’માં અંતર્ગત ‘રાસલીલા-‘કૃષ્ણ્ક્રીડિત’ કાવ્યનો એક ખંડ’ (+સં.). સંદર્ભ : કવિચરિત:૧-૨. [હ.ભા.]