ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રણછોડ ભગત ૩
Revision as of 06:14, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રણછોડ(ભગત)-૩ [જ.ઈ.૨૯-૮-૧૭૧૭/સં. ૧૭૭૪, ભાદરવા સુદ ૪, ગુરુવાર] : જામનગર જિલ્લાના ધનાણીની આંબલડીના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા સંઘજી. માતા પ્રેમબાઈ.કૃષ્ણભક્તિનાં ધોળ અને પદો (૭ મુ.)ના કર્તા. કૃતિ : સામીપ્ય, એપ્રિલ ૧૯૮૪-‘આંબલડી (હાલાર)ના રણછોડ ભગતનાં ધોળ-પદ’, સં. કે. કા. શાસ્ત્રી (+સં.). [ચ.શે.]