ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ-૯-રામૈયો
Revision as of 06:17, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રામ-૯/રામૈયો [ ] : વેલા બાવાના શિષ્ય. ડેરવાવના વતની. જ્ઞાતિએ ખાંટ. મૂળનામ રામ ઢાંગડ. એમના ગુરુમહિમાંનાં પદો (૧૩ મુ.) મળે છે. આ પદો એમાં ભળેલા એમના ગુરુના વ્યક્તિત્વના કેટલાક રંગોને કારણે વિશિષ્ટ તાજગીનો અનુભવ કરાવે છે. કૃતિ : ૧. અભમાલા; ૨. સંતસમાજ ભજનાવળી, સં. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧; ૩. સોસંવાણી; ૪. સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (+સં.). [ચ.શે.]