વસુધા/બક્ષિસ

From Ekatra Wiki
Revision as of 07:48, 10 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બક્ષિસ|}} <poem> રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને તેં તારા ઠમકારથી સકળનાં ચોરી લીધાં ચિત્તને, રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ: ‘માગી લિયો ચાહ્ય સો.’ બંને આપણ થંભિયાં પણ ન કૈં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બક્ષિસ

રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને
તેં તારા ઠમકારથી સકળનાં ચોરી લીધાં ચિત્તને,
રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ: ‘માગી લિયો ચાહ્ય સો.’
બંને આપણ થંભિયાં પણ ન કૈં સૂઝ્યું જ શું માગવું,
ને પાછાં હસી આપણે મનભરી ગાયા બજાવ્યા કર્યું.
૧૫-૫-૧૯૩૩