મનીષા જોષી

From Ekatra Wiki
Revision as of 09:12, 27 February 2023 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{Infobox writer | name = મનીષા જોષી | image = File:Manisha Joshi.jpg | caption = મનીષા જોષી | birth_date = ૬ એપ્રિલ ૧૯૭૧ | birth_place = માંડવી, કચ્છ, ગુજરાત | occupation = કવિ, પત્રકાર | education = એમ.એ. | alma_mater = એમ.એસ. યુનિવર્સીટી, વડોદરા | per...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મનીષા જોષી
મનીષા જોષી
મનીષા જોષી
જન્મ૬ એપ્રિલ ૧૯૭૧
માંડવી, કચ્છ, ગુજરાત
વ્યવસાયકવિ, પત્રકાર
અભ્યાસએમ.એ.
શિક્ષણ સંસ્થાઓએમ.એસ. યુનિવર્સીટી, વડોદરા
કાળખંડઅનુઆધુનિકયુગ
નિયોક્તાLua error in package.lua at line 80: module 'strict' not found.
નોંધપાત્ર કૃતિ(ઓ)
સહી
Manisha Joshi autograph.jpg

Lua error in package.lua at line 80: module 'strict' not found.

મનીષા જોષીનો જન્મ 6 એપ્રિલ, 1971, ગુજરાતમાં કચ્છ જીલ્લાના માંડવી ખાતે થયો. કચ્છમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ કોલેજનો અભ્યાસ વડોદરાથી કર્યો. 1995માં વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીથી માસ્ટર્સ ઓફ આર્ટસની ડિગ્રી મેળવી. કારકિર્દી માટે મુંબઇ અને લંડનમાં તેમણે ઘણા વર્ષો પ્રિન્ટ તેમજ ટેલીવીઝન મીડીયામાં પત્રકાર તરીકે કામ કર્યું. હાલ તેઓ અમેરિકામાં કેલિફોર્નિયામાં સ્થાયી થયા છે.

તેમના અત્યાર સુધીમાં ચાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. પ્રથમ સંગ્રહ “કંદરા” 1996માં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો. એ પછી ઇમેજ પબ્લીકેશન્સ, મુંબઇ દ્વારા 2001માં બીજો સંગ્રહ “કંસારા બજાર” અને 2013માં ત્રીજો સંગ્રહ “કંદમૂળ” પ્રકાશિત થયો. ત્યાર બાદ 2020માં આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ., અમદાવાદ દ્વારા ચોથા કાવ્ય સંગ્રહ “થાક”નું પ્રકાશન અને 2020માં જ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા તેમના પ્રથમ ત્રણ કાવ્ય સંગ્રહોમાંથી ચૂંટેલી કવિતાઓનો સંપાદિત સંગ્રહ પણ પ્રકાશિત થયો.

“કંદમૂળ” કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ 2013નું પ્રથમ પારિતોષિક એનાયત કરાયું છે. ગુજરાતી લીટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકાએ તેમને વર્ષ 2018ના શ્રી રમેશ પારેખ એવોર્ડથી સન્માનિત કર્યા છે.

તેમના કાવ્યોની પસંદગી અનેક અંગ્રેજી પોએટ્રી એન્થોલોજી માટે થઇ છે જેમાં “બીયોન્ડ ધી બીટન ટ્રેક: ઓફબીટ પોએમ્સ ફ્રોમ ગુજરાત”, “બ્રેથ બીકમીંગ અ વર્ડ”, “જસ્ટ બીટવીન અસ”, “ઇન્ટીરીઅર ડેકોરેશન”, “ધી ગાર્ડેડ ટન્ગ: વીમેન્સ રાઇટીંગ એન્ડ સેન્સરશીપ ઇન ઇંડિયા”, “વીમેન, વીટ એન્ડ વીઝડમ : ઇન્ટરનેશનલ મલ્ટીલીન્ગ્યુઅલ પોએટ્રી એન્થોલોજી ઓફ વીમેન પોએટસ”, “અમરાવતી પોએટીક પ્રીઝમ” વગેરેનો સમાવેશ થાય છે. તેમની સાથેની મુલાકાત-વાતચીત ઇંડિયન લીટરેચર, નવનીત સમર્પણ, સદાનીરા જેવા સામયિકો તેમજ “જસ્ટ બીટવીન અસ”, “પ્રવાસિની” જેવા પુસ્તકોમાં પ્રકાશિત થઇ છે. તેમની કવિતાઓના અંગ્રેજી તથા હિન્દી અનુવાદ “ઇંડિયન લીટરેટર”, “ધ વૂલ્ફ”, “ન્યૂ ક્વેસ્ટ”, “પોએટ્રી ઇંડિયા”, “ધ મ્યૂઝ ઇંડિયા”, “સદાનીરા” વગેરે પ્રતિષ્ઠિત સામયિકો/વેબસાઇટસ પર ઉપલબ્ધ છે.