કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૩૩. એકલતા
Jump to navigation
Jump to search
૩૩. એકલતા
મારી એકલતા હવે રહી નથી એકલતા.
નીલ આકાશનો ઉઘાડ,
મંદ મંદ હવા,
ઘાસની સુકુમારતા અને ધરતીની હૂંફ,
તારી સાથેના ભાંગ્યાતૂટ્યા શબ્દ,
મારા જાગરણના સાથી.
પોઢી જઈશ ત્યારે ઓઢી લઈશ.
તારલિયો અંધકાર,
તારી સ્મૃતિ.
૨૬-૯-’૮૩
(જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૨૯)