કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૪૦. આશા

Revision as of 01:31, 21 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૦. આશા

આભ મોટું પાંદરડું,
ઉપર ચળકે ચાંદરડું;
જાણે ઝાકળ મોતીડું,
હસતું તગમગતું !
બ્હેન ! આ ઊંચેની વાત !
નીચેની પણ તેવી વાત !
માનવઉર એ આભલડું;
ઉપર આશા ચાંદરડું;
જાણે ઝાકળ મોતીડું,
લસતું ઝગમગતું !
મ્હારું ઉર એ આભલડું !
ઉપર બ્હેની ચાંદરડું !

૧૬-૮’૨૭
(કોડિયાં, પૃ. ૨૨૮)