અલગારી રખડપટ્ટી/સર્જક-પરિચય
Revision as of 02:14, 11 October 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''સર્જક-પરિચય'''</big></big></center> 250px|center <center><big><big>'''રસિક ઝવેરી (જ. ૧૯૧૧ – અવ. ૧૯૭૨)'''</big></big></center> {{Poem2Open}} આગવી અને આકર્ષક શૈલીના આ પ્રવાસ-લેખકે જીવનનાં 30 વર્ષો ઝવેરીનો વ્યવસાય કરેલો, મુ...")
આગવી અને આકર્ષક શૈલીના આ પ્રવાસ-લેખકે જીવનનાં 30 વર્ષો ઝવેરીનો વ્યવસાય કરેલો, મુંબઈમાં. એ પછી, 1951થી ગ્રંથાગાર પુસ્તકાલય અને ગ્રંથાગાર માસિક શરૂ કર્યાં . થોડોક સમય અખંડઆનંદ અને સમર્પણમાં સંપાદન-વિભાગમાં કામ કર્યું. અને વળી, ભારતીય વિદ્યાભવનના નાટયવિભાગ કલાકેદ્રમાં પ્રચાર-અધિકારીની કામગીરી બજાવી. આમ એમનું જીવન અને કાર્ય બહુઆયામી, વિવિધ પાસાંવાળું હતું.
બે વાર એમણે લંડન-પ્રવાસ કરેલો એના ફળસ્વરૂપે એમણે ચાર પ્રવાસપુસ્તકો આપ્યાં છે : એમનું ખૂબ જાણીતું થયેલું અલગારી રખડપટ્ટી અને એ ઉપરાંત સફરનાં સંભારણાં તથા દિલની વાતો ભાગ 1 અને 2. અખૂટ જીવનરસ, મનુષ્યમાંનો રસ અને સ્થળદર્શનનો રસ – એણે એમનાં પુસ્તકોને સુવાચ્ય જ નહીં, સુખવાચ્ય પણ બનાવ્યાં.