કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 16:38, 20 November 2023 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

(અનુઆધુનિક કાવ્યસંપદા)
કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા


સંપાદન
મણિલાલ હ. પટેલ



શ્રેણી સંપાદન
મણિલાલ હ. પટેલ


એકત્ર ફાઉન્ડેશન (USA)
(ડિજિટલ પ્રકાશન)

કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા
સંપા. મણિલાલ હ. પટેલ

EKTRA FOUNDATION (USA)

ISBN :

© સંપાદન : સંપાદકના
કવિતા : કવિના


ડિજિટલ પ્રકાશન
પ્રથમ આવૃત્તિ : ર૦ર૩





ટાઇપસેટિંગ : મહેશ ચાવડા
દિયા અક્ષરાંકન, ચાવડા નિવાસ, મુ.પો. વાસણા(બો), તા. બોરસદ, જિ. આણંદ ૩૮૮ ૫૪૦. મો. ૯૧૦૬૬ ૩૫૩૩૭

મુદ્રક :

સંપાદક પરિચચ

મણિલાલ હ. પટેલ જન્મ તા. ૦૯.૧૧.૧૯૪૯, મુ. : ગોલાના પાલ્લા, લુણાવાણા, જિલ્લો : મહીસાગર.

બા વગરના કુટુંબમાં, અભાવોની વચ્ચે વતનમાં ને મધવાસમાં શિક્ષણ લીધું. મોડાસા કૉલેજમાં આચાર્ય શ્રી ધીરુભાઈના પ્રેમ-કાળજી તથા માર્ગદર્શનમાં તૈયાર થયા-ઘડાયા. ‘ગુજરાતી કવિતામાં પ્રેમનિરૂપણ’ શોધ-નિબંધ પ્રકાશિત કર્યો. ૧૯૭૩થી ૧૯૮૭ ઈડર કૉલેજમાં અને ૧૯૮૭થી ૨૦૧૨ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન કરાવ્યું. અનેક છાત્રો તૈયાર કર્યા. ઉત્તમ અધ્યાપક, લોકપ્રિય વક્તા તથા સર્જક-વિવેચક તરીકે એમને બધા ઓળખે છે. આ સંદર્ભે એમને ૨૦૧૯નો ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાયો છે. કવિતા-વાર્તા-નવલ-નિબંધ-વિવેચનનાં ૭૨થી વધુ પુસ્તકો અને ૩૫ જેટલાં સંપાદનો આપ્યાં છે. એમનાં સુખ્યાત પુસ્તકો છે : ‘માટી અને મેઘ’, ‘રાતવાસો’, ‘ભૂંસાતાં ગ્રામચિત્રો’, ‘માટીવટો’, ધૂળમાં ઊડતો મેવાડ’, ‘અંધારું’, ‘લલિતા’, ‘અંજળ’, ‘તરસી માટી’, ‘તરસ્યા મલકનો મેઘ’, ‘સર્જક રાવજી’, ‘કથા અને કલા’, ‘કર્તા અને કૃતિ’, ‘તોરણમાળ’, ‘ગામવટો’, ‘સાતમી ઋતુ’. એમને ૩૦થી વધુ પારિતોષિક મળ્યાં છે. બે વાર તેઓ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત થયા છે. નર્મદ ચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રક, સુરેશ જોષી નિબંધ પારિતોષિક, જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર, ઉમાશંકર જોશી વાર્તા પુરસ્કાર, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ગુજરાતી સાહિત્ય પરિષદનાં ૭, અકાદમીનાં ૫ પારિતોષિકો પણ મળેલ છે. દેશ-વિદેશમાં કાવ્યપઠન ઉપરાંત સેંકડો વ્યાખ્યાનો આપ્યાં છે. અનેક સંપાદનોમાં એમના લેખો તથા એની રચનાઓ સ્થાન પામ્યાં છે.