છેટો તું બે વેંતથી, જોવા ભાવી સાચ જોશી, હાથ ન વાંચ, વાંચ અમારું બાવડું ૦ ઝિલાયાં તસવીરમાં રંગ-રૂપ આબાદ! તોય એક ફરિયાદઃ ખુશબો કા ક્યા કીજિયે? ૦ અંધારે ફંફોસતાં ઉષ્ણ કોઈ કટિબંધ ઘેરી વળતી ગંધ, વણજોયેલા ફૂલની