હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કદી આમ ખળખળો છો કદી તેમ છોળ ભળતા

From Ekatra Wiki
Revision as of 15:36, 29 June 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



કદી આમ ખળખળો છો કદી તેમ છોળ ભળતા
અમે કણથી કણ ભટકીએ તમે વાછટે ઊછળતા

અમે જાતના ગરગડી તમે હાથ આજનમ છો
બહુ પાસ પાસ આવી તમે પાછું પાછા વળતા

ન કશે નજરમાં ચડીએ ન ખબરમાં ક્યાંય મળીએ
અમે વાડથી ન વધીએ તમે ઊંચી ડાળ લળતા

વળી ડગડગર અટકવું વળી ભીડમાં ભટકવું
અમે વસમી વાટ વળીએ તમે ફૂલથી નીકળતા

અમે ખાલી હાથ ડાબે અમે ખાલી હાથ જમણે
તમે છેતરો ઉજાસે તમે ચાંદનીમાં છળતા