હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/હું નીરવનો પટ અહીં એ મને ઉથાપશે

From Ekatra Wiki
Revision as of 06:40, 7 July 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



હું નીરવનો પટ અહીં એ મને ઉથાપશે
એ તો વહેણ ઢાળનાં સાથ ખળખળાવશે.

એ પવનની આંગળી હું લખાણ રેત પર
લખશે મન મુજબ મને મન મુજબ મિટાવશે.

ધૂપછાંવ સમ અલપ એ મને સ્મરે ઝલપ
હમણાં યાદ કરશે એ હમણાં એ વિસારશે.

ગોરી પાની રાખશે ત્યાં લગી હું નીકમાં
પાળ તોડી એ મને અબઘડી પ્રસારશે.

એ હવાની લહેરખી હું પરણનું ઝૂલવું
આવશે ને પાસથી હળવે એ વિદા થશે.

છંદવિધાન
ગાલગા લગાલગા ગાલગા લગાલગા