હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ચુપ કદી તો કદી મુખર લાગે
Revision as of 07:37, 7 July 2024 by Shnehrashmi (talk | contribs)
ચુપ કદી તો કદી મુખર લાગે
એ સદા કર્ણપટ ઉપર લાગે.
એનાં ચંચળ વિલસતાં રૂપ અનુપ
ચિત્રમાં એના એ અવર લાગે.
એનું વાતાવરણ સમું હોવું
મારાં સહુ સ્થળ સદા સભર લાગે.
ભળવું પગરવમાં એના પગરવનું
લાગે સાથે ડગર ડગર લાગે.
આંખો ઊઘડે તો સામે એ દેખાય
બંધ આંખોમાં એનું ઘર લાગે.
છંદવિધાન
ગાલગાગા/લલગાગા લગાલગા ગાગા/લલગા