કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/‘હરિ કરે સો હોય’

From Ekatra Wiki
Revision as of 01:52, 14 November 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. ‘હરિ કરે સો હોય'}} {{Block center|<poem> ‘હરિ કરે સો હોય' એ જ આપે છે દોરો ને એ જ આપે છે સોય હરિ કરે સો હોય. એની ઇચ્છા વિના હલે નહીં ઝાડ ઉપરનું પાંદ, એના એક અણસારે ફરતા આભે સૂરજ-ચાંદ; એ જ આપે છે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૭. ‘હરિ કરે સો હોય'

‘હરિ કરે સો હોય'
એ જ આપે છે દોરો
ને એ જ આપે છે સોય
હરિ કરે સો હોય.
એની ઇચ્છા વિના
હલે નહીં ઝાડ ઉપરનું પાંદ,
એના એક અણસારે ફરતા
આભે સૂરજ-ચાંદ;
એ જ આપે છે સ્મિત
ને એ જ આંસુને લ્હોય,
હરિ કરે સો હોય.
આંખ અને વળી દૃષ્ટિ આપે,
દૃષ્ટિ હોય તો સૃષ્ટિ;
પાંચ ભલે આંગળીઓ,
પણ એ વાળી આપે મુષ્ટિ;
હરિ આપણું આભ
ને હરિ આપણી ભોંય
હરિ કરે સો હોય

૨૪-૬-૧૯૯૨(ધ્રુવપંક્તિ, ૧૯૯૨, પૃ. ૫૮)