બાળ કાવ્ય સંપદા/અજબ જેવી વાત છે !

Revision as of 03:06, 11 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અજબ જેવી વાત છે !

લેખક : ઉપેન્દ્રાચાર્ય
(1885-1937)

નાની મારી આંખ, એ જોતી કાંક કાંક;
એ તે કેવી અજબ જેવી વાત છે !
નાક મારે નાનું, એ સૂંઘે ફૂલ મજાનું;
એ તે કેવી અજબ જેવી વાત છે !
નાના મારા કાન, એ સાંભળે દઈ ધ્યાન;
એ તે કેવી અજબ જેવી વાત છે !
નાનું મોઢું મારું, એ બોલે સારું સારું,
એ તે કેવી અજબ જેવી વાત છે !
નાનું મારું ગળું, એ ખાય ગળ્યું ગળ્યું;
એ તે કેવી અજબ જેવી વાત છે !
આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી;
એ તે કેવી અજબ જેવી વાત છે !
નાના મારા હાથ, એ તાળી પાડે સાથ;
એ તે કેવી અજબ જેવી વાત છે !
પગ મારા નાના, એ ચાલે છાનામાના;
એ તે કેવી અજબ જેવી વાત છે !