બાળ કાવ્ય સંપદા/કેવી મજા !
Revision as of 03:13, 11 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કેવી મજા !|લેખક : ત્રિભુવન વ્યાસ<br>(1888-1975)}} {{Block center|<poem> પહેલા વહેલા પરમેશ્વર ને – બીજા ભારત મા, ત્રીજાં મારાં માતાપિતાનો – સેવક ચોથો આ; કેવી મજા ! ભાઈ, કેવી મજા ! સેવાના મેવા કેવી મજા ! પહ...")
કેવી મજા !
લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)
પહેલા વહેલા પરમેશ્વર ને –
બીજા ભારત મા,
ત્રીજાં મારાં માતાપિતાનો –
સેવક ચોથો આ;
કેવી મજા ! ભાઈ, કેવી મજા !
સેવાના મેવા કેવી મજા !
પહેલા રાજા પરમેશ્વર ને –
પછી બીજા રાજા,
ત્રીજા રાજા ગુરુજી રાજા –
હું ચોથો રાજા;
કેવી મજા ! ભાઈ, કેવી મજા !
બધાય રાજા કેવી મજા !
પહેલી પૂજા પરમેશ્વરની –
બીજી સંત-પૂજા,
ત્રીજી પૂજા માતપિતાની –
ચોથી દેશ-પૂજા;
કેવી મજા ! ભાઈ, કેવી મજા !
પૂજા ને પુણ્ય છે કેવી મજા !
ઘરમાં રમવું, બહાર રમવું –
નિશાળમાંયે રમવું,
રમતાં લાગે ભૂખ ત્યારે –
થોડું થોડું જમવું;
કેવી મજા ! ભાઈ, કેવી મજા !
રમવું ને જમવું કેવી મજા !