બાળ કાવ્ય સંપદા/વાજાં

Revision as of 01:20, 12 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વાજાં

લેખક : ચંદ્રવદન ચી. મહેતા
(1901-1991)

ઢોલ નગારાં વાગે છે,
કોણ કહો ભાઈ, જાગે છે ?
એક શરણાઈ વાગે છે,
કોણ કહો ભાઈ, જાગે છે ?
એક પડઘમ વાગે છે,
કોણ કહો ભાઈ, જાગે છે ?
એક વાંસલડી વાગે છે,
કોણ કહો ભાઈ, જાગે છે ?
ખણખણ ખંજરી વાગે છે,
કોણ કહો ભાઈ, જાગે છે ?
વાજાં કહે, હું વાગું નહિ,
મોહન કહે, હું જાગું નહિ.
એ ઊંઘણશી એવો
આળસુ એ તે કેવો !
વાજાં વાગે જોરથી,
મોહન ઘોરે પો’રથી,
ઢોલ નાગારાં તૂટી ગયાં,
મોહનના કાન ફૂટી ગયા.