બાળ કાવ્ય સંપદા/એક એક બીજ
Revision as of 03:30, 13 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક એક બીજ|લેખક : સોમાભાઈ ભાવસાર<br>(1911-1984)}} {{center|<poem> એક એક બીજ અમે વાવ્યું રે લોલ ! એને પાણીડાં પાયાં રે લોલ ! ફણગા એને ફૂટ્યા રે લોલ ! પાંદડાં એને આવ્યાં રે લોલ ! કળીઓ એને બેઠી રે લોલ ! મરવ...")
એક એક બીજ
લેખક : સોમાભાઈ ભાવસાર
(1911-1984)
એક એક બીજ અમે વાવ્યું રે લોલ !
એને પાણીડાં પાયાં રે લોલ !
ફણગા એને ફૂટ્યા રે લોલ !
પાંદડાં એને આવ્યાં રે લોલ !
કળીઓ એને બેઠી રે લોલ !
મરવા એને આવ્યા રે લોલ !
હું ને બચુ ચાલ્યા રે લોલ !
પાકાં પાકાં ફળ તોડ્યાં રે લોલ !
કાચાં કાચાં ફળ છોડ્યાં રે લોલ !
કેવાં કેવાં ફળ મીઠાં રે લોલ !
હું ને બચુ બેઠા રે લોલ !
ખૂબ ખૂબ ફળ અમે ખાધાં રે લોલ !
એક બીનાં ફળ કેટલાં રે લોલ !
ખાઈએ તોય ન ખૂટે એટલાં રે લોલ !