બાળ કાવ્ય સંપદા/આમંત્રણ
Jump to navigation
Jump to search
આમંત્રણ
લેખક : સોમાભાઈ ભાવસાર
(1911-1984)
મારે આંગણ સૂરજદેવ, રમવા આવો ને;
સોનેરી કિરણસેર, સાથે લાવો ને.
મારે આંગણ વાયુદેવ રમવા આવો ને;
ફૂલડાંની આછી સેર, સાથે લાવો ને.
મારે આંગણ સાગરદેવ રમવા આવો ને;
સંગીતના સુંદર સૂર, સાથે લાવો ને.
મારે આંગણ ચાંદાદેવ, રમવા આવો ને;
રૂપેરી તારક તેજ, સાથે લાવો ને.
મારે આંગણ વીરા રોજ, રમવા આવો ને;
ભાઈબંધો કેરી ફોજ, સાથે લાવો ને.