બાળ કાવ્ય સંપદા/હોડી
Revision as of 02:37, 14 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હોડી|લેખક : રાજેન્દ્ર શાહ <br>(1913-2010)}} {{Block center|<poem> મારી નાની સરખી હોડી, એને ગંગાજલમાં છોડી, બીજી જાય નીચેનાં વ્હેણે, મેં તો ઊલટ વહેણે જોડી. પવને ભરાય ધોળા પાલ; એની સ૨૨ સ૨૨ સ૨૨ છે ચાલ. કલક...")
હોડી
લેખક : રાજેન્દ્ર શાહ
(1913-2010)
મારી નાની સરખી હોડી,
એને ગંગાજલમાં છોડી,
બીજી જાય નીચેનાં વ્હેણે,
મેં તો ઊલટ વહેણે જોડી.
પવને ભરાય ધોળા પાલ;
એની સ૨૨ સ૨૨ સ૨૨ છે ચાલ.
કલકલ બોલે બ્હોળાં પાણી,
હમ તો ભયે મસ્ત સ્હેલાણી.
આઘા આઘા બેઉ કિનારા,
વચલે વ્હેણ કરંત ઉજાણી.
ચાંદો ઊગે નભને ભાલ;
એને તેજ નિહાલ નિહાલ.