આવડે છે
લેખક : રમેશ પારેખ
(1940-2006)
એકડો ન આવડે
બગડો ન આવડે
લંગડી લેતાં આવડે છે
મને લંગડી લેતાં આવડે છે
ત્રગડો ન આવડે
ચોગડો ન આવડે
વારતા કહેતાં આવડે છે
મને વારતા કહેતાં આવડે છે
પાંચડો ન આવડે
છગડો ન આવડે
ચપટી વગાડતાં આવડે છે
મને ચપટી વગાડતાં આવડે છે
સાતડો ન આવડે
આઠડો ન આવડે
મુન્ની રમાડતાં આવડે છે
મને મુન્ની રમાડતાં આવડે છે
નવડો ન આવડે
બવડો ન આવડે
કાન પકડતાં પકડતાં આવડે છે
મને કાન પકડતાં આવડે છે
દસડો ન આવડે
બસડો ન આવડે
ઊઠબેસ કરતાં આવડે છે
મને ઊઠબેસ કરતાં આવડે છે