વરસાદમાં
લેખક : નીતા રામૈયા
(1941)
અમે વરસાદમાં નિશાળ ચાલ્યાં
પાણીનો મારગ જોઈ ચાલ્યાં
લથબથ લોચા થઈને ચાલ્યાં
પાણીનો હાથ પકડીને ચાલ્યાં
વરસાદી હાર પહેરીને ચાલ્યાં
પાણીની ધાર થઈને ચાલ્યાં
છત્રીમાં ચોપડાં ભરતાં ચાલ્યાં
નિશાળમાં પાણી ભણવા આવ્યાં
અમે વરસાદમાં નિશાળ ચાલ્યાં
પાણીનો મારગ જોઈ ચાલ્યાં