બાળ કાવ્ય સંપદા/સૌને ગમે (૩)

From Ekatra Foundation
Revision as of 00:59, 27 February 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સૌને ગમે

લેખક : દાદુ રબારી
(1962)

મારા આંગણામાં આવી મોરલો રમે,
એને સોનેરી પાંખ,
એને રૂપેરી આંખ,
એ તો છૂમ છૂમ નાચતો સૌને ગમે

મારા લીમડાની ડાળે કોયલ રમે,
એને કાળો છે રંગ,
એને મીઠો છે કંઠ,
એ તો કૂ... ઉ... કૂ... ઉ... બોલતી સૌને ગમે.

મારા બારણામાં આવી ચકલી રમે,
એને નાની છે આંખ,
એને ઝીણી છે ચાંચ,
એ તો ટોડલે ઠેકતી સૌને ગમે.

મારા પારણામાં બેઠી બબલી હસે,
માથે થોડા છે બાલ*
એને ગોરા છે ગાલ,
એ તો ખી ખી હસતી સૌને ગમે.