બાળ કાવ્ય સંપદા/ચાંદાને મામા શું કહેવા..

From Ekatra Foundation
Revision as of 02:28, 28 February 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચાંદાને મામા શું કહેવા...

લેખક : જિગર જોષી ‘પ્રેમ’
(1987)

ચાંદાને મામા શું કહેવા ચાંદો મારો દોસ્ત,
રાત પડે ને વાતો કરીએ અમે તો રોજેરોજ.

ક્યારેક ક્યારેક વાદળાંઓ પણ આવે વાતો કરવા !
પણ એ બહુ રોકાય નહીં બસ નીકળી પડતાં ફરવા !
જેને આવો દોસ્ત મળે એને તો કેવી મોજ !

ચાંદાને મામા શું કહેવા ચાંદો મારો દોસ્ત,
રાત પડે ને વાતો કરીએ અમે તો રોજેરોજ.

અડધો થાય ને આખો થાય ને કદીક થઈ જાય ગુમ !
ક્યારેક એટલો દૂર જાય ના પહોંચે મારી બૂમ !
મારી સાથે શોધે એને તારલિયાની ફોજ.