પરમ સમીપે/૧૨

From Ekatra Wiki
Revision as of 01:53, 5 March 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૨

નામ-સંકીર્તન કરતો જ્ઞાનદેવ
જ્યારે ગાઢ સમાધિ લગાવીને બેઠો
ત્યારે તેણે હૃદયમાં ધ્યાન ધરીને
પ્રભુ પાસે આવું વરદાન માગ્યું :
“વૃત્તિ સહિત મારો અહંકાર ઓગાળી દે
મારી પ્રત્યેક પ્રવૃત્તિમાં નિવૃત્તિની છાપ ઊઠવા દે
મારું મન તારાં ચરણોમાં રહેવા દે
મારાં દેહ-ઇન્દ્રિયાદિ સર્વ તારામય થાઓ
મારું નામ શેષ ન રહો.”
સંત જ્ઞાનેશ્વર