zoom in zoom out toggle zoom 

< પરમ સમીપે

પરમ સમીપે/૧૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૩

કુટિલ તજો કુટિલતા
પ્રીતિ વધો તેમની સત્કર્મમાં
પરસ્પર ભૂતોમાં વ્યાપો મૈત્રી
દુરિતોનું તિમિર જાઓ
વિશ્વને સ્વધર્મ-સૂર્ય દેખાઓ
જે વાંછે તે પ્રાપ્ત થાઓ પ્રાણીજાતને
સર્વ માંગલ્ય વરસાવતો
ઈશ્વરનિષ્ઠોનો સમુદાય
નિરંતર પ્રાણીમાત્રને પૃથ્વી પર ભેટો
કલંકરહિત ચંદ્ર
તાપવિહીન સૂર્ય
તેવા સજ્જન સર્વદા થાઓ સહુને પ્રિય.
સંત જ્ઞાનેશ્વર