પરમ સમીપે/૫૬
Revision as of 04:18, 6 March 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૬}} {{Block center|<poem> હે પ્રભુ, સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે {{right|મને શીખવ}} બધી બાબતો અવળી પડતી હોય ત્યારે, હાસ્ય અને આનંદ {{right|કેમ ન ગુમાવવા તે મને શીખવ}} પરિસ્થિતિ ગુસ્...")
૫૬
હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે
મને શીખવ
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે, હાસ્ય અને આનંદ
કેમ ન ગુમાવવા તે મને શીખવ
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે શાંતિ કેમ રાખવી
તે મને શીખવ
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે ખંતથી તેમાં
લાગ્યા કેમ રહેવું તે મને શીખવ
કઠોર ટીકા ને નિંદાનો વરસાદ વરસે ત્યારે, તેમાંથી મારા
ખપનું ગ્રહણ કેમ કરી લેવું, તે મને શીખવ
પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે તટસ્થ કેમ રહેવું
તે મને શીખવ
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે
શ્રદ્ધા ડગુમગુ થઈ જાય
નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય,
ત્યારે ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી,
તે મને શીખવ.