< હયાતી
હયાતી/૨૦. રજકણ
Revision as of 22:15, 9 April 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૨૦. રજકણ | }} {{center|<poem> રજકણ સૂરજ થવાને શમણે, ઊગમણે ઊડવા લાગે, જઈ ઢળી પડે આથમણે. જળને તપ્ત નજરથી શોષી ચહી રહે ઘન રચવા, ઝંખે કોઈ દિન બિંબ બનીને સાગરને મન વસવા, વમળમહીં ચકરાઈ રહે એ કોઈ...")
૨૦. રજકણ
રજકણ સૂરજ થવાને શમણે,
ઊગમણે ઊડવા લાગે, જઈ ઢળી પડે આથમણે.
જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા,
વમળમહીં ચકરાઈ રહે એ કોઈ અકલ મૂંઝવણે.
જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળ કને જઈ લ્હાય,
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય;
ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
૧૯૬૧