દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/ભગવાનની રમતો

From Ekatra Foundation
Revision as of 03:26, 3 May 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભગવાનની રમતો


<poem>ભગવાન ભેળું રમવું હોય તો રમો
પણ જાણી લેજો
કે ભગવાન અંચઈ કરે છે
પછી પડતું મેલીને રાવ કરવા નહીં જતા
અને ફરિયાદ કરશો તો કોને?
આજ લગી ભગવાનને લગરીક પણ બેન્ચ પર બેસાડી દેનારો
પેદા નથી થયો

ડ્રેસિંગરૂમમાં કે બાલબાબરીરૂમમાં કે ગ્રીનરૂમમાં કે વેઈટિંગરૂમમાં
એક્સ્ટ્રાની જેમ બેઠેલા ભગવાનને કોઈએ જોયા છે?

રમત રમવી, ડ્રામા કરવો, જંગ ખેલવો
ભગવાનને માટે એક હી બાત હે
પણ સુપરસ્ટાર હીરો બનીને

રમત માટે મેદાન, ઘાસકાપ, બાઉન્ડ્રી માર્ક, ગોલપોસ્ટ, વીઆઈપી બેઠક, પાવલી સ્ટેન્ડ, લાઈટ, સ્કોરબોર્ડ, ટીમ, તાળી, નચણીઓ, જાહેરાત, કોમેન્ટ્રીખાતું, પોતાની લસરક સહી કરી રાખેલી ગેડીઓ આવું બધું ઝીણવટથી ભગવાન પોતે જ પ્લાન કરે. તમારી ટીમના ભેરુઓ ભેળા તમે ઈસ્ટાઈલમાં દડો ઉલાળતા જાવ અને સીધા જ ભગવાન હુતૂતૂતૂ કરતા આવે અને તમને અને તમારા ગ્રૂપને ટપલી મારીને સામી વિંગમાં વયા જાય. વી ફોર વિકટરી. પછી તાળીઓના ગડગડાટ સીટીબાજી અને શંખ ભેરી ચંગ મૃદંગનાદની હરીફાઈ. ગેમ બિગિન હુઆ ઓર ફર્સ્ટ સ્ટ્રાઈકમેં જો જીતા વો હી ભગવાન. નાટકગીરી કરની હૈ ક્યા? ડ્રેસરિહર્સલકે બિના આયેગા ક્યા? આમ કહીને ભગવાન તાણી જાય મંચ ઉપર. પછી- {