દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/જ્યારે હું ઝાડ હોઉં

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨. જ્યારે હું ઝાડ હોઉં ત્યારે

જ્યારે હું ઝાડ હોઉં ત્યારે
મારા થડના કૂણા લાકડે સંતાયલું હોય
આગનું બાળ

ઝાડવે ઝાડવે ખોળતી મા
જંગલમાં મને ઓળખી લેશે.
અને ખડખડાટ હસતું
તોફાની મોત રમત રમતમાં
પાછું એના ઝાળ ઝાળ પાલવને વળગી પડશે
મને છોડીને ભાગી જશે
મારા શ્વાસની ઊનાશ