તવ ચરણે, તવ શરણે પ્રભુ હે આ જીવને ને મરણે. આ મુજ મનની ચંચલ ધેનુ મુરલી મધુરના નાદે; રહો અનુસરી તવ પદરેણુ બદ્ધ રહો અનુરાગે. વિરત સ્વૈરવનભ્રમણે.—પ્રભુ હે. આ જીવનની જમનાનાં જલ વહો ચરણ તુજ ધોતાં; શમો સકલ તારે જલ નિસ્તલ નિજનું નિજત્વ ખોતાં. નિઃસીમના સુખશયને.—પ્રભુ હે.