બાળ કાવ્ય સંપદા/સંતાકૂકડી

From Ekatra Foundation
Revision as of 07:26, 12 July 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સંતાકૂકડી

લેખક : માલિની શાસ્ત્રી
(1935)

ચાલો, ચાલોને, રમીએ પકડાપકડી,
ચાલો, ચાલોને, કરીએ ધમાચકડી;
ચાલો, ચાલોને, રમીએ સંતાકૂકડી.

હું તો સંતાઉં પેલા બારણાની આડે,
ખેંચું હાથેથી એને રાખું જકડી... ચાલો ચાલોને.

દોડી સંતાઉં પેલા દાદરની નીચે,
અંધારું એવું ત્યાં જાઉં ફફડી... ચાલો ચાલોને.

દોડી સંતાઉં પેલા પીપડાની માંહે,
વાંકુ થઈને એ તો જાય ગગડી... ચાલો ચાલોને.

થાકી ગયો હું તો દોડી દોડીને,
ભાઈબંધો ખીજવે સૂકલકડી... ચાલો ચાલોને.

ભાઈબંધો સાથ મને રમવાનું ગમતું,
માડી લઈ જાય ઘેર ઘસડી ઘસડી.
ચાલો, ચાલોને, રમીએ પકડાપકડી,
ચાલો, ચાલોને, કરીએ ધમાચકડી,
ચાલો, ચાલોને, રમીએ સંતાકૂકડી.