ટેકરી પરનું સ્થાન ચીંધે છે, પથ ન કંઈ દરમિયાન ચીંધે છે. આ તરફ દરિયો, બાગ ને યુવતી, પેલી બારી સ્મશાન ચીંધે છે. ફક્ત હોહા કરે સમસ્યા પર, કોણ અહીંયાં નિદાન ચીંધે છે? જે ગડી વાળી બાજુ પર મૂકી, એ ઉદાસી નિશાન ચીંધે છે. જ્યાં કવિ જીવ્યો ઘોર એકલતા, પર્યટક એ મકાન ચીંધે છે.