ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કરસનભૈનો ઓયડો

From Ekatra Foundation
Revision as of 00:32, 25 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કરસનભૈનો ઓયડો

વીનેશ અંતાણી

કરસનભૈનો ઓયડો (વીનેશ અંતાણી; ‘હોલારવ’, ૧૯૮૩) કરસનભૈ પોતાનો અંદરનો ઓરડો બધાથી સુરક્ષિત રાખે છે. પોતે પણ એમાં ગયા નથી એવું જાહેર કરે છે. માત્ર નકામી ચીજો અંદર નાખવામાં આવે અને એનો કોઈ અવાજ ન થાય એવું એનું અચરજ છે. આ અંદરનો ઓરડો અને અન્યો વચ્ચે કુતૂહલને કારણે ઊભો થતો તણાવ વાર્તાના કેન્દ્રમાં છે. ‘અંદરનો ઓરડો’ને મનના ભીતરની પ્રતીકાત્મકતા તરફ લઈ જતું રચનાકાર્ય આસ્વાદ્ય છે.
ચં.