ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચર્ચબેલ

From Ekatra Foundation
Revision as of 06:03, 27 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચર્ચબેલ

રાધેશ્યામ શર્મા

ચર્ચબેલ (રાધેશ્યામ શર્મા; ‘બિચારાં’, ૧૯૬૯) લકવાગ્રસ્ત નાયક માલિશઘરે પહોંચતા અપંગ સાવિત્રી છાપામાંથી ધ્રૂજતા હાથે પ્રેસિડન્ટ કૅનેડીના ખૂનની ઘટના લખી બતાવે છે – એવું કથાનક આયાસપૂર્ણ છે. ચર્ચબેલ પાછળનો મનુષ્યજાતિ માટેના બલિનો વ્યંજિત સૂર અસ્પષ્ટ નથી.
ચં.