છકડો
માય ડિયર જયુ
છકડો (માય ડિયર જયુ; ‘૧૯૯૯ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. રમેશ ર. દવે, ૨૦૦૦) મુખ્યમંત્રીના સ્વાગત માટે તાલુકા પંચાયતના પ્રમુખને સમયસર પહોંચાડતી વખતે પડેલા ફોટાને કારણે છકડો-ચાલક ગિલો માને છે કે છકડા સાથે પોતે આજે ટી.વી.માં દેખાશે પણ સરપંચની ભેંસને તાબડતોબ પશુદવાખાને પહોંચાડવાનું તેડું આવે છે. સમાચાર શરૂ થતાં પહેલાં પાછા આવી જવાની ધારણાએ ગિલો જાય છે. ટી.વી. પરના સમાચારમાં ગિલો અને એનો છકડો દેખાય છે પણ સાથે જ છકડાના અકસ્માતના અને ગિલાના મૃત્યુના સમાચાર પણ આવે છે. વાર્તા કરુણ-વિસ્મયનો અનુભવ કરાવે છે.
પા.