ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/થ/થોડો વધુ સમય

Revision as of 03:04, 28 July 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|થોડો વધુ સમય|દિલીપ રાણપુરા}} '''થોડો વધુ સમય''' (દિલીપ રાણપુરા; ‘આંખમાં દેખાયું એટલે,’ ૧૯૯૦) મિત્ર વસંતને મળવા અશોક એની ઓફિસે ગયો છે. નાસ્તાપાણી સાથે વસંત પૂછે છે : ‘ભાભીની તબિયત હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
થોડો વધુ સમય

દિલીપ રાણપુરા

થોડો વધુ સમય (દિલીપ રાણપુરા; ‘આંખમાં દેખાયું એટલે,’ ૧૯૯૦) મિત્ર વસંતને મળવા અશોક એની ઓફિસે ગયો છે. નાસ્તાપાણી સાથે વસંત પૂછે છે : ‘ભાભીની તબિયત હવે કેમ છે?’ કુશળક્ષેમ જણાવીને અશોક ઠપકો આપે છે કે મળવા કેમ નથી આવતો. નક્કી કર્યા મુજબ વળતે દિવસે વસંત પહોંચે છે તો ખબર પડે છે : ભાભીનું ગઈકાલે અવસાન થયું છે. વસંતે પૂછેલા સવાલ: ‘તું આવો ક્રૂર કેમ થઈ શક્યો?’-નો જવાબ અશોકે આમ આપ્યો છે : એટલો સમય હું તારી ભાભીને જીવતી રાખવા માગતો હતો.
ર.