ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ધ/ધુમ્મસ
ધુમ્મસ
બકુલ બક્ષી
ધુમ્મસ (બકુલ બક્ષી; ‘સુવર્ણ કેસૂડાં’, ૧૯૮૪) ટેકરીઓમાં ખનિજની શોધ કરવા ગયેલા શેખરને એક ગામના જૂના બંગલામાં ભાડુઆત તરીકે રહેવાનું થાય છે. અને અવાવરુ બંગલાનો નોકર રાજસિંહ એના પરિચયમાં આવે છે. રાજસિંહ ધુમ્મસમાં ગુમ થયેલાં એના માલિક અને એની ઘોડાગાડીની પ્રતીક્ષામાં જીવતો હોય છે. કથાનકમાં રહસ્યનું વાતાવરણ સફળ રીતે નિરૂપાયું છે.
ચં.