ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પોસ્ટઑફિસ
પોસ્ટઑફિસ
ધૂમકેતુ
પોસ્ટઑફિસ (ધૂમકેતુ: ‘તણખા’ મંડળ-૧, ૧૯૨૬) પુત્રી મરિયમના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટઑફિસ જઈ બેસતા વૃદ્ધ અલી ડોસાનું ઉત્કટ વાત્સલ્ય વાર્તાના કેન્દ્રમાં છે પણ એ નિમિત્તે વાત્સલ્યની સામે રહેલી તંત્રજડતાને અને સંવેદનરહિતતાને પણ સૂચક રીતે ઉપસાવાયેલી છે. સાર્થક વર્ણન, નિરૂપણ અને સંવાદોથી કથાનક પ્રભાવક બન્યું છે.
ચં.