ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મૂંઝારો

Revision as of 02:09, 12 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મૂંઝારો

દલપત ચૌહાણ

મૂંઝારો (દલપત ચૌહાણ; ‘મૂંઝારો’, ૨૦૦૨) જીવતા ધાવણા પાડાને, મરેલો છે કહી પટલાણી રણછોડને આપી દે છે. કાપ મૂકતાંની સાથે પાડો થોડું ઊછળીને શાંત થઈ જાય છે. પાડાને માર્યાના અપરાધથી પીડાતો રણછોડ અકળાઈને પટલાણીને ઘેર જાય છે ત્યાં બ્રાહ્મણને, અપવાસ કરવાથી પાપ જાય તેવું કહેતો સાંભળે છે. ઘેર આવીને જમવા બેસતા રણછોડ જુવે છે કે જીવીએ એ જ પાડાનું શાક તાંસળામાં આપ્યું છે. ભૂખ્યો હોવા છતાં તે ‘આજી તો અપ્પા!’ બોલી ઊભો થઈ જાય છે. રણછોડની મૂંઝવણ અને એની સાથે ઘટતી ઘટનાઓમાંથી વાર્તાએ આકાર લીધો છે.
પા.