ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ગં. સ્વ. કાશીબ્હેન બેચરદાસ જડિયા
Jump to navigation
Jump to search
ગં. સ્વ. કાશીબ્હેન બેચરદાસ જડિયા
તેઓ જ્ઞાતિએ સોની છે; અને જન્મ સં. ૧૯૩૭માં પાટણમાં થયો હતો. તેમના પિતાનું નામ બેચરદાસ છે. લગ્ન અગિયાર વર્ષની ઉમરે પાટણમાં જ વિઠ્ઠલદાસ બેચરદાસ સાથે થયેલું. પતિના અવસાન પછી તેઓ પોતાનું જીવન પ્રભુભક્તિમાં વ્યતીત કરે છે. એમના જીવનપર મહાત્માશ્રી ત્રિકમલાલની ખૂબ અસર થઈ છે; અને એમની પાસેથી તેઓ સાદાં કીર્ત્તનો રચવાનું શિખેલા. તેમને એક આદર્શ ધાર્મિક જીવન ગુજારતાં જોઇ, આપણને સ્વાભાવિક રીતે માનની લાગણી પેદા થાય છે. લગભગ રૂ. ૭૪૦૦ ની કિમતનું એક બીડ ગામ જમણપુ (તા. હારિજ) પાસે ખોડા ઢોરમાં તેમણે આપેલું છે; તેમ તેમનું એક ઘર હિંગળાચાચર પાસેના રાધાકૃષ્ણ મંદિરને અર્પણ કરેલું છે. તે ઘરની ભાડા વગેરેની વાર્ષિક આવક રૂ. ૧૦૦ ની આવે છે, જે ઠાકોરજીની પૂજા સામગ્રીમાં વપરાય છે. તેમના ભજનોનું પુસ્તક “હૃદય કલ્લોલ” એ નામથી છપાયું છે.
: : એમની કૃતિ : :
| ૧ | હૃદય કલ્લોલ | સં. ૧૯૮૩ |