અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/પ્રકાશકનું નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રકાશકનું નિવેદન

મહાદેવભાઈ દેસાઈ જન્મશતાબ્દી વર્ષમાં એમનું વિસ્તૃત જીવનચરિત્ર પ્રસિદ્ધ કરવાનું મહાદેવભાઈ દેસાઈ જન્મશતાબ્દી સમિતિએ વિચાર્યું. ‘આ ચરિત્ર કોણ લખે?’ તેના જવાબમાં સહુની લાગણી એક જ હતી: નારાયણભાઈ લખે તો ઉત્તમ. અને પિતૃતર્પણરૂપે આ કામ તેમણે સ્વીકાર્યું અને એક વર્ષનો સમય આપી આ ગ્રંથ તૈયાર કર્યો. તે બદલ સમિતિ તેમનો આભાર માને છે. આમ, શતાબ્દી નિમિત્તે, વર્ષો સુધી યાદ રહે તેવી, મહામૂલી ભેટ શ્રી નારાયણભાઈ પાસેથી આ ચરિત્રરૂપે આપણને મળી છે.

નવજીવન ટ્રસ્ટ તરફથી મહાદેવભાઈ દેસાઈ જન્મશતાબ્દી સમિતિને મળેલા આર્થિક સહયોગને કારણે, शुक्रतारक समा महादेवभाई ગ્રંથની જેમ જ આ ચરિત્ર પણ ગુજરાતી વાચકોને રાહતદરે આપવાનું શક્ય બન્યું છે. સમિતિ તે બદલ નવજીવન ટ્રસ્ટનો આભાર માને છે.

શ્રી ચી. ના. પટેલે આ ગ્રંથ લખાતો હતો ત્યારથી આખું લખાણ જોઈ-તપાસી આપ્યું તથા ‘ગાંધીજીના ગણેશ અને હનુમાન’ રૂપે આ પુસ્તકની પ્રસ્તાવના દ્વારા સ્વ. મહાદેવભાઈના જીવન અને કાર્યનો પરિચય કરાવવાનું કામ, તેમની માંદગી વચ્ચે પણ શ્રમ લઈને કરી આપ્યું, તે બદલ અમે તેમના આભારી છીએ.

એ જ રીતે લેખકના નિવેદનમાં ઉલ્લેખાયેલ અનેક ભાઈ-બહેનો તથા સંસ્થાઓનો ગ્રંથ તૈયાર કરવામાં વિવિધ રીતે સહકાર મળ્યો છે તે સહુના તથા પુસ્તકનું સરસ મુદ્રણ કરી આપવા માટે નવજીવન મુદ્રણાલયના અમે આભારી છીએ.

ગુજરાત આ ચરિત્રને આવકારશે એવી આશા છે.