અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ વ્યાસ ‘મિસ્કીન’/તું (છોડીને આવ તું)
Jump to navigation
Jump to search
તું (છોડીને આવ તું)
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
અજવાળું જેના ઓરડે તારા જ નામનું,
હું એ જ ઘર છું એ જ ભલેને ન આવ તું.
પહેર્યું છે એ ય તું જ છે ઓઢ્યું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું મારો સ્વભાવ તું.
સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.
મિસ્કીન સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.