કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૧૪. આ આયનામાં
Jump to navigation
Jump to search
૧૪. આ આયનામાં
શું જુવે છે?
બે ય પાંપણહારની વચ્ચે બરોબર
કીકીઓમાંથી નીકળતા કિરણના રસ્તે જતાં
અંધારમાં વીંટળાયલું કો વન
(મળ્યું?)
ત્યાં એક ખૂબ જ જંગલી પ્રાણી
(બરાબર જો!) વસે છે;
હિંસ્ર આંખો, વજ્ર જડબાં, લોહીતરસ્યા હોઠ,
જેનો જન્મ તારા જન્મ સાથોસાથ,
જેનું મૃત્યુ તારી પાસ,
જેનાં કદ-સ્વરૂપ તારી મહેચ્છા વાસના જેવાં ફૂલેલાં,
ભૂખ જેની ઊઘડતી તારા શરીર-મન-ઉદરમાં,
તે જીવતું હજી યે શિકારો શોધતું;
ઝીણી નજર (આ આયનામાં છે જરૂરી)
કિંતુ તે પૂરતી નથી)ના દોરથી પકડાઈ ર્હેતું
આ પશુ
ક્યારેક જો છટકી ગયું તો
ક્યાંક તારો ભાઈ, તારી મા
કદાચિત સંત, અથવા તું જ...
૧૯૫૬
(સાયુજ્ય, પૃ. ૨૩)