ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચોરસો
ચોરસો
કિશોરસિંહ સોલંકી
ચોરસો (કિશોરસિંહ સોલંકી; ‘સહપ્રવાસી’, ૧૯૮૯) ગરીબ કાંનિયો ભણીગણીને માનમોભા સાથે જીવે છે. પત્ની સાવ જળી ગયેલો ચોરસો બતાવીને કાઢી નાખવા પૂછે છે. પહોળો કરાયેલો ચોરસો, વીતેલાં વર્ષો દર્શાવતો કાંનિયાની આંખોમાં ઓગળે છે. મૅટ્રિક થઈ આગળ ભણવા શહેરમાં જતા કાંનિયા પાસે એક ગોદડું જ હતું. આ ચોરસો આપતાં પડોશીએ કહેલું: ‘આ ચોરસો તારી પાસે રહેશે ત્યાં સુધી તો તું મને યાદ કરીશ ને? જવાબ ન મળતાં પત્ની કાંનિયાની સજળ આંખોને તાકતી પૂછે છે : ‘કેમ કંઈ બોલ્યા નહીં?’ વાર્તામાં વિગત અને સાંપ્રતનો સુંદર વણાટ થયો છે.
ર.