ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/તમારે માટે
તમારે માટે
હિમાંશી શેલત
તમારે માટે (હિમાંશી શેલત; ‘અંતરાલ’, ૧૯૮૭) પિતાના બીજી વારના લગ્નને કારણે વધેલી જવાબદારીથી સતત ધૂંધવાતો નાયક પોતાની ઓરમાન બહેને દાખવેલા સ્નેહના નાના પ્રતીકથી કઈ રીતે ઓગળી જાય છે એનું નિરૂપણ વાર્તામાં આગવું અને કલાત્મક નીવડે છે.
ર.