ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/તમે આવશો?
Jump to navigation
Jump to search
તમે આવશો?
ચંદ્રકાન્ત બક્ષી
તમે આવશો? (ચંદ્રકાન્ત બક્ષી; ‘બક્ષીની કેટલીક વાર્તાઓ’, ૧૯૭૨) અસંબદ્ધ વાતો કરતો નાયક તેના અનામ શ્રોતાને તેમ જ વાર્તાના વાચકને ક્રમશઃ પ્રતીતિ કરાવતો જાય છે કે એના દોસ્તની પાગલ થઈ જવાની એણે કરેલી વાત મૂળે તો તેની પોતાની જ છે. પાગલના પ્રલાપ દ્વારા તેની અસ્તવ્યસ્ત મનઃસ્થિતિનું સચોટ નિરૂપણ વાર્તાની વિશેષતા બને છે.
ર.